Sunday, March 1, 2009

હદો ના દાયરા...........

હદો ના દાયરા...........

વર્ષોના વાયરા વિતી ગયા ને વ્યવસ્થિત થઈ ગયા,
હદો ના દાયરા મટી ને પાસમાં નતમસ્ત થઈ ગયા.
ક્ષિતિજેથી નમન કરતા કેટલાય સુર્યાસ્ત થઈ ગયા,
સરહદોના કાફીલા તો નકશામાં ગુમાસ્ત થઈ ગયા.
અજિંક્યના દાવેદારો આજ તો પરાસ્ત થઈ ગયા,
ભરી સભામાંથી પણ આજ તો બર્ખાસ્ત થઈ ગયા.
ઉંચે આકાશે ઉડનારા આજ જમીનદોસ્ત થઈ ગયા,
સહરાના મ્રગજળો કેટલાય નીરમસ્ત થઈ ગયા.
ફુલોની મહેક થકી ભમરાઓ મદ્ મસ્ત થઈ ગયા,
પ્રેમથકી તુટેલા દિલો પણ આજ દુરસ્ત થઈ ગયા.
વીરાનામાં ગુંજતા પડઘા થકી પ્રભ હસ્ત થઈ ગયા,
"પ્રકાશ" આજ કેટલાય અંધકાર નભ અસ્ત થઈ ગયા.

.....કિનારાથી બેખબર

.....કિનારાથી બેખબર

ખોલ્યા 'તા સમજદારીના દ્વાર લાગણીના પાયા પર
કાશ ખબર હોત કે લાગણી તો છે સમજદારીથી પર
મળ્યા હતા ઘણા જીંદગીમાં વિચારવાના અવસર
કાશ કોઇ નિર્ણય પણ જો લઈ શક્યા હોત સમયસર
શરૂ તો કરી હતી કોઇના સહારે જીંદગીની સફર
ગુજરતા જ ગયા હર એક મકામ વિના હમસફર
દૂર દૂર સુધી જણાયા કોઇની લાગણીના સમંદર
કશ્તી ડૂબી મધદરિયે જ રહી કિનારાથી બેખબર
હતી અમારે મન તો પથદર્શક તણી કોઇની નજર
સંતોષ છે પરિચીત કરાવી એણે રાહ તણી ઠોકર
નજરે જ આવ છે હવે તો બસ ગમ તણો અંધકાર
હોય શું 'પ્રકાશ' ની અપેક્ષા જ્યાં ડૂબી સાંજસવાર

......કોઇ વણમાગ્યા પરિચયે

......કોઇ વણમાગ્યા પરિચયે

કંટક થકી આપ શાને ચાહો ફુલોની કોમળતા
ઉપેક્ષિત જ થયા એ તો કોઇના અંગે સર્જાઈ
સહરામાં આપ શાને ચાહો હ્રદયની ભીનાશ
ઉપસ્થિત જ થયા એ તો કોઇના વ્યોમે તપવા
નદી કેરા નીરે આપ શાને ચાહો જળની નીરવતા
પ્રવાહીત જ થયા એ તો કોઇ અણધારી ખોજમાં
બેનામ થકી આપ શાને ચાહો જગ કેરી નામના
પરીચિત જ થયા એ તો કોઇ વણમાગ્યા પરિચયે
ગુન્હેગાર થકી આપ શાને ચાહો કોઇ અદલ ઈન્સાફ
સાબિત જ થયા એ તો કોઇ છૂપી સજાના માણનાર
આજીવન મુસાફર થકી આપ શાને ચાહો કોઇ મંઝીલ
વ્યવસ્થિત જ થયા હજી એ તો કોઇ રાહ ભટકેલ
ચાંદ સિતારા થકી આપ શાને ચાહો મનનો ઉજાસ
ઉજ્જવ્લિત જ થયો એમાં કોઇ નો માંગ્યો 'પ્રકાશ'

થાય છે ઘણું કે .......પણ હવે !

થાય છે ઘણું કે .......પણ હવે !

થાય છે ઘણું કે આ મૌનવ્રત હવે છોડી દઉ,
કહેવું છે ઘણું પણ હવે શબ્દો ખૂટી પડ્યા છે.
થાય છે ઘણું કે આ મનની પ્યાસ બુઝાવી દઉ,
પીવા છે ઘણાં પણ હવે અશ્રુઓ ખુટી પડ્યા છે.
થાય છે ઘણું કે પુર્વગ્રહો તણા ભ્રમ દૂર કરી દઉ,
પૂછવું છે ઘણું પણ હવે તો પ્રશ્નો ખુટી પડ્યા છે.
થાય છે ઘણું કે આ હ્ર્દયનો ભાર હળવો કરી દઉ,
લખવું છે ઘણું પણ હવે તો પ્રાસ ખુટી પડ્યા છે.
થાય છે ઘણું કે જીવનની લય તૂટવા ન દઉ,
ધડકવું છે ઘણું પણ હવે હ્રદય ખુટી પડ્યા છે.
થાય છે ઘણું કે આ દિલ તણા ગમ દફ્નાવી દઉ,
અંત છે ઘણું નજીક પણ હવે કફન ખુટીપડ્યા છે.
થાય છે ઘણું કે અંધારાનો સહવાસ છોડી દઉ,
દૈપિત્ય છે ઘણું પણ હવે 'પ્રકાશ' ખુટી પડ્યા છે.

….નજીવો પ્રયાસ

….નજીવો પ્રયાસ

હતું કે કરીશું કોઇના હ્રદયે વાસ
પરંતુ ફરવું જ પડ્યું થઈ નિરાશ
કોઇના થવાનો હતો નજીવો પ્રયાસ
ખુદનો પણ રહી શક્યો હોત કાશ
ઝંખી હતી મુજ હ્રદયે પ્રેમની ભિનાશ
કરાવ્યો એણે તો સહરાનો અહેસાસ
હતું કે મનના આકાશે થશે ઊજાસ
પૂનમ પહેલા અમે તો ભાળી અમાસ
થયું કવિતા હશે મનની આસપાસ
કવન જ થઈ ગયું પરંતુ વિના પ્રાસ
હતું પ્રેમને આપીશું નામ અવિનાશ
ખોટો ઠર્યો પરંતુ એનો ખરો સમાસ
જ્યાં અંધારાનો સદંતર અવકાશ
ત્યાં ક્યા સંજોગે વસી શકે 'પ્રકાશ'

……અતીતની યાદના તોફાને

……અતીતની યાદના તોફાને

શાંત કિનારા અચાનક આજ શાને જાગી ઉઠ્યા મોજાના ઉછળાટે,
કરવટ તો નહિં લીધી હોય હ્રદયે અતીતની યાદના તોફાને.
ભરબપોરે વનરવ આજ શાને ગુંજી ઉઠ્યો મોરલાના ટહુકાટે,
લટાર મારવાને શ્યામ વાદળો ઉમટ્યા હોય કદાચ ગગને .
વરસાદ વિના ધરા આજ શાને ખીલી ઉઠી માટીની મોઘમ વાટે,
સૂર્યના વ્યોમથી તપતી આ ધરા ભીની થઈ હશે કોઇના રૂદને.
સર્વ વિસરેલ મન આજ શાને ધ્રુજી ઉઠ્યું કોઇના ખળભળાટે,
વિચારોના વમળ જગાડ્યા હશે નયનદ્વારથી કોઇના આવને.
અમાસની રાતે ગગન આજ શાને ચમકી ઉઠ્યું કોઇ ઝગમગાટે,
'પ્રકાશ' પાથર્યો હશે જરૂર ગગને કોઇના હ્રદયે બળતી અગને.

મુજ ને મળીશ તું……

મુજ ને મળીશ તું……

સખી તું જ છે મોસમ મારા વ્હાલની , ભરોસો છે મનમાં મુજને મળીશ તું
રખે ને આ પાનખર વિતી જાય , ફરી ફરી વસંત થઈ મુજને મળીશ તું
રખે ને હસ્તી ભુસાઈ જતી કિનારે , મૌજ બની મુજ રેતને ભીંજાવીશ તું
રખે ને ધરા ના મળે કે ગગન વિશાળ , ક્ષિતીજે તો આથમતા મળીશ તું
રખે ને જડ્ હ્રદયે સ્પંદન ચૂકી જાય ,ચેતનાના તાર તો ઝણઝણાવીશ તું
રખે ને અધુરા સરવાળા બાદબાકી , દાખલાનો તાળો મેળવી બતાવીશ તું
રખે ને પૂર્ણ ગીત ના રચાયું , ટહુકો બની કદી તો વનરવ ગુંજાવીશ તું
રખે ને સાક્ષાત્કાર ના થયા ,ઋણાનુબંધને તો નિરાકાર પણ પામીશ તું
રખે ને મોસમ બદ્લાય ,સમીસાંજે 'પ્રકાશ' માટે અજવાળા પાથરીશ તું
સખી તું જ છે મોસમ મારા વ્હાલની , ભરોસો છે મનમાં મુજને મળીશ તું